સ્વતંત્રતા આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી મહાત્માગાંધીના નામે મશહૂર મોહનદાસ કરમચંદ ગાંધી ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક પ્રમુખ રાજનૈતિક રાજનેતા હતા. સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતો પર ચાલીને તેમણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. તેમના આ સિદ્ધાંતોએ આખી દુનિયામાં લોકોને નાગરિક અધિકારો અને સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરિત કર્યા. તેમને ભારતના રાષ્ટ્રપિતા પણ કહેવાય છે. સુભાષ ચંદ્ર બોસે વ્ષ 1944માં રંગૂન રેડિયોથી ગાંધીજીના નામે ચાલી રહેલા પ્રસારણમાં તેમને 'રાષ્ટ્રપિતા' કહી સંબોધ્યા હતા.
જન્મ- 2 ઓક્ટોબર 1869, પોરબંદર મૃત્યુ- 30 જાન્યુઆરી 1948
પ્રારંભિક જીવન
વર્ષ 1915માં ભારત પરત ફરતાં પહેલાં ગાંધીએ એક પ્રવાસી વકીલ તરીકે દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયોના લોકોના નાગરિક અધિકારો માટે સંઘર્ષ કર્યું. ભારત આવી તેમણે આખા દેશનું ભ્રમણ કર્યું અને ખેડૂતો, મજૂરો અને શ્રમિકોને તગડા ભૂમિ કર અને ભેદભાવ વિરુદ્ધ સંઘર્ષ કરવા માટે એકજુટ કર્યા. વર્ષ 1921માં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બાગડોર સંભાળી અને પોતાના કાર્યોથી દેશના રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિદ્રશ્યને પ્રભાવિત કર્યા. તેમણે વર્ષ 1930માં નમક સત્યાગ્રહ અને તે બાદ 1942માં ભારત છોડો આંદોલનથી ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમ્યાન કેટલાય અવસર પર ગાંધીજી કેટલાય વર્ષો સુધી જેલમાં પણ રહ્યા.
મોહનદાર કરમચંદ ગાંધીનો જન્મ ભારતમાં ગુજરાતના સમુદ્રકાંઠે આવેલા પોરબંદમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમના પિતાનુ્ં નામ કરમચંદ ગાંધી બ્રિટિશ રાજના સમયે કાઠિયાવાડની એક નાનકડી રિયાસત પોરબંદરના દીવાન હતા. મોહનદાસના માતા પુતળીબાઈ પરનામી વૈશ્ય સમુદાયથી સંબંધ ધરાવતાં હતાં અને અત્યધિક ધાર્મિક પ્રવૃત્તિ કરી હતી જેનો પ્રભાવ યુવા મોહનદાસ પર પડ્યો અને આ મૂલ્યોએ આગળ ચાલી તેમના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેઓ નિયમિત રૂપે વ્રત રાખતા હતા અને પરિવારમાં કોઈ બીમાર પડવા પર સેવા સુશ્રુષામાં દિવસ-રાત એક કરી દેતા હતા. આ પ્રકારે મોહનદાસે સ્વાભાવિક રૂપે અહિંસા, શાકાહાર, આત્મશુદ્ધિ માટે વ્રત અને વિવિધ ધર્મો અને પંથોને માનનારાઓ વચ્ચે પરસ્પર સહિષ્ણુતા અપનાવી.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું સંઘર્ષ




