google-site-verification=nPFbrrC-XXXbl1AFZljmxMiaQY87Lju3L3keYX4Q7sg ShivamInstitutebvn: World Heart Dey 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે'

Thursday, September 29, 2022

World Heart Dey 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે'

World Heart Dey


World heart day  29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. ડોકટરોનુ માનવુ છે કે કોરોના રોગચાળા દરમિયાન હૃદય રોગ લોકોને વધુ નુકસાન પહોંચાડી રહ્યુ  છે, જેના કારણે હ્રદયના દર્દીઓ કોવિડ -19 ના ડરથી ઘરમાં જ રહેવુ પડી રહ્યુ છે. સાથે જ સહાલ તેઓ પોતાના નિયમિત ચેકઅપ માટે પણ  જઇ શકતા નથી. આ રોગ હંમેશાં ખોટા ખાન પાન, હંમેશા તનાવમાં રહેવુ અને સમયસર કસરત ન કરવાથી  થાય છે. વિશ્વભરની વિવિધ સંસ્થાઓ આ દિવસે લોકોને જાગૃત કરે છે.

35 વર્ષથી વધુ ઉંમરના યુવાનોમાં પણ ઈનએક્ટિવ લાઈફસ્ટાઈલ  અને ખાવાની ખરાબ ટેવને કારણે  હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા 5 વર્ષોમાં, હૃદયની સમસ્યાઓથી પીડાતા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. તેમાંના મોટા ભાગના 30-50 વર્ષની વય જૂથના પુરુષો અને સ્ત્રીઓ છે. લોકો પાસે તેમના શરીર અને મનને સ્વસ્થ અને શાંત રાખવા માટે સમય નથી, જેના કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. જો કે હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ડોકટરો કહે છે કે લોકોએ હવે ઓછામાં ઓછો અડધો કલાકની કસરત કરવી જોઈએ, થોડુક બહાર ફરવું જોઇએ પરંતુ કોવિડથી બચવાના ઉપાય ઉપરાંત મીઠું, ખાંડ અને ટ્રાંસ ફેટની વસ્તુઓ ખાવાનું ટાળો. તેનાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.
કાર્ડિયોલોજિસ્ટના કહેવા પ્રમાણે  “લોકડાઉન દરમિયાન, એવું જોવા મળ્યું કે લોકોને વિવિધ પ્રકારની રેસીપી બનાવવામાં અને ખાવામાં વધારે રસ બતાવ્યો  છે. પરિણામે તેમનું વજન પણ વધી રહ્યું છે. કોરોનાવાયરસ રસી અથવા સારવારમાં આવતા કેટલાક મહિના લાગી શકે છે, તેથી આપણે આવનારા સમયમાં હૃદયને સ્વસ્થ રાખવા તમામ સાવચેતીઓનું પાલન કરવું પડશે. "હૃદય રોગની ગંભીરતાને સમજીને, તમારે એવા આહારની પસંદગી કરવી જોઈએ જે તમારા દિલની સાથે આખા શરીર માટે યોગ્ય હોય.  ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. 
ડોક્ટરોનુ કહેવુ છે કે “હાર્ટની બીમારી માટે કોઈ વિશેષ વય નથી હોતી, પરંતુ આપણી ગતિહિન એટલે કે ઈનએક્ટિવ લાઈફસ્ટાઈલને કારણે અમે 22 વર્ષના  વ્યક્તિમાં હાર્ટ એટેકનો કેસ જોયો છે. પરંતુ જે લોકો નાની ઉંમરે હાર્ટ એટેકનો સામનો કરે છે તેમાં ખૂબ જ રિસ્ક ફેક્ટર હોય છે. તેથી, હૃદયરોગનો હુમલો અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તંદુરસ્ત જીવનશૈલીને અપનાવો, જેમાં દરરોજ 45 મિનિટની એરોબિક ફિઝિકલ એક્ટિવિટી, તાજા ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર અને ધૂમ્રપાન ટાળવું. " જો તમે હૃદયરોગના દર્દી છો તો હંમેશા ધ્યાન રાખો કે તમારી પાસે હ્રદય સંબંધી દવાઓનો પૂરતો સ્ટોક હોય  જો જરૂર હોય તો, વધારાની દવાઓ પણ મંગાવી લો. . તમારે એ ધ્યાન રાખવાનુ છે કે દવા હંમેશા ડોક્ટરની સલાહથી લો અને તેમને પૂછ્યા વગર કોઈપણ દવા બંધ ન કરો. 

Stay connected with www.shivaminstitutebvn.blogspot.com for latest updates


No comments:

Post a Comment